BREAKING NEWS

જામનગર : ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ મેદાન પર ફટકાબાજી કરીને ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ કરાવ્યો

  • February 02, 2026 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પતિદેવ ભારતીય સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જે મેદાન પર અનેક વાર ફટકાબાજી કરી છે, તેજ પીચ પર આજે શિક્ષણ મંત્રીએ હાથ અજમાવ્યો

જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ મેદાન પર આજે રવિવારથી બહાદુરભાઈ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ના હસ્તે કરવામાં આવ્યો હતો. જેઓએ ક્રિકેટની પીચ પર ફટકાબાજી કરીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો, ત્યારે ઉપસ્થિત સર્વે મહેમાનોએ અને ક્રિકેટ ખેલાડીઓએ તેઓનેતાળીઓના ગડગડાટ થી વધાવ્યા હતા.



 એક તબક્કે ભારતીય ક્રિકેટ સ્ટાર રવિન્દ્ર જાડેજા, કે જેઓએ જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ મેદાન પર અનેક વખત ફટકાવાજી કરી છે, જે મેદાન પર આજે તેઓના ધર્મપત્ની અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા એ પણ પોતાનો હાથ અજમાવ્યો હતો, અને બેટબોલ વડે ફટકાબાજી કરી હતી, અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા, અને 'હમ ભી કુછ કમ નહિ' નો સંદેશો આપ્યો હતો.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application